બ્રેકિંગ@ગુજરાત: મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ, ઉ.ગુ.ના 2 MLA કેબિનેટ મંત્રી, કુલ 16 ધારાસભ્યોએ લીધા મંત્રી પદના શપથ

 
Bhupendra Patel

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથગ્રહણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. જોકે હવે આજે સાંજે નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. 

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ની આજે શપથવિધિ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંતી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. 

કોણે કોણે લીધા શપથ ? 

કનુ દેસાઈ-કેબિનેટ મંત્રી 

ભાનુબેન બાબરીયા-કેબિનેટ મંત્રી

કુબેર ડિંડોર-કેબિનેટ મંત્રી 

બળવંતસિંહ રાજપૂત-કેબિનેટ મંત્રી 

ઋષિકેશ પટેલ-કેબિનેટ મંત્રી

રાઘવજી પટેલ-કેબિનેટ મંત્રી

મૂળુભાઈ બેરા-કેબિનેટ મંત્રી

કુંવરજી બાવળિયા-કેબિનેટ મંત્રી

જગદીશ પંચાલ- રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો 

હર્ષ સંઘવી- રાજ્યકક્ષાના મંત્રી તથા સ્વતંત્ર હવાલો 

ભીખુસિંહ પરમાર-રાજ્યકક્ષાના મંત્રી 

બચુ ખાબડ-રાજ્યકક્ષાના મંત્રી 

પ્રફુલ પાનસેરીયા-રાજ્યકક્ષાના મંત્રી 

મુકેશ પટેલ-રાજ્યકક્ષાના મંત્રી 

કુંવરજી હળપતિ-રાજ્યકક્ષાના મંત્રી 

પરસોત્તમ સોલંકી-રાજ્યકક્ષાના મંત્રી