બ્રેકિંગ@કચ્છ: પરોઢિયે એક જ કલાકમાં ભૂકંપના 2 આંચકા, 2001ની અપાવી દીધી યાદ

 
Bhukamp

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છને ફરી એકવાર ભૂકંપના આંચકાએ ધ્રૂજાવ્યું છે એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

કચ્છમાં ફરી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે પરંતુ આ વખતે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 4થી વધુ હોવાથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. કચ્છના દુધઈ અને ખાવડા પાસે આવેલા ભૂકંપના કારણે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. 30 જાન્યુઆરીએ વહેલી સવારે 5.18 કલાકે આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ફટાફટ પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પછી ફરી એક આંચકો 6.38 મિનિટે દુધઈ પાસે અનુભવાયો હતો. ભૂકંપના આંચકા હળવા હતા પરંતુ 2001માં આવેલા ભૂકંપના કારણે લોકો આ કુદરતી હોનારતને લીધે હંમેશા સતર્ક રહે છે.