રાજનીતિ@ગુજરાત: લોકસભા ચૂંટણી પહેલા 2 પૂર્વ ધારાસભ્યો જોડાયા ભાજપમાં, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાણે બીજેપીને ફળી રહી છે જ્યારે ક્રોંગ્રેસ અને આપને નડી રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ રહી છે. આજે આપનાં બે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પક્ષનો સાથ છોડ્યો છે. આજે બંને પૂર્વ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
નોંધનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેશોદની ટિકિટ ન આપતા અરવિંદ લાડાણીએ નારાજગી સાથે પક્ષ છોડી દીધો હતો. જે બાદ તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા. હવે આજે ફરી એક વખત કાર્યકર્તાઓ સાથે ઘર વાપસી કરી છે. વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.