મેઘમહેર@નર્મદા: છેલ્લા 24 કલાકમાં સાગબારામાં 2.5 ઇંચ વરસાદ, ડેમમાં નવા નીરની આવક
Sep 16, 2023, 13:28 IST
અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા જિલ્લામાં પણ ગઈકાલથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. ગઈકાલે ધીમીધારે વરસાદ વરસ્યા બાદ આજ સવારથી જિલ્લાના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાથી વાતાવરણમાં તો ઠંડક છે પરંતુ ખેડૂતો માટે જે વાવેતર કર્યું છે. તે વાવેતર માટે આ વરસાદ સોના રૂપી સાબિત થશે હાલમાં નર્મદા જિલ્લાના ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.
છેલ્લા 24 કલાકમાં પાંચેય તાલુકાનો વરસાદ જોઈએ તો દેડિયાપાડામાં 1 ઇંચ, ગરૂડેશ્વર માં 2 ઇંચ, તિલકવાડામાં 19 મિમી અને સાગબારામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક માં કુલ વરસાદ 163 મિમી છે. જોકે સૌથી વધુ વરસાદ સાગબારામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો જેને લઈ હાલ સાગબારા પાસે આવેલ ચોપાડવાવ અને નાની કાકડી આંબા ડેમમાં પણ નવા નીર આવતા ખેડૂતોના કુવાઓમાં જળસ્થળ ઉંચા આવતા અનેરો આનંદ છવાયો છે.