દર્દનાક@ગુજરાત: હાઇવે પર લક્ઝરી બસ-ડમ્પર વચ્ચે ગમખ્વાર ટક્કરમાં 2 લોકોના કરુણ મોત, 20 લોકો ઇજાગ્રસ્ત

 
Limbadi Accident

અટલ સમાચાર, ડેસ્ક

લીમડી-બગોદરા હાઇવે પર જન્શાળી ગામના પાટીયા પાસે અકસ્માત થતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમદાવાદ ગ્રામ્યના બંધ પડેલ પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જન્શાળી ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.

બનાવની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીમડી, વટામણ સહિતની પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ આવતી હતી આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ડમ્પર સાથે ટકરાતા તૂટી ગયો હતો. હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.