દુર્ઘટના@સુરેન્દ્રનગર: અકસ્માતની 3 ઘટનાઓમાં 2 વ્યક્તિના મોત, 14 લોકો ઇજાગ્રસ્ત બન્યા

 
Surendranagar Accident

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુરેન્દ્રનગરના શેખપર નજીક ઓવરલોડ 14 પેસેન્જરો ભરેલો છકડો પલટી ખાઇ ગયો હતો જેને કારણે છકડામાં સવાર 11 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી. સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

ઓવરલોડ વાહનોને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. શેખપરથી મુસાફરોને ભરીને છકડો સુરેન્દ્રનગર તરફ આવતો હતો આ દરમિયાન ઓવરલોડ હોવાને કારણે ડ્રાઇવરે બેલેન્સ ગુમાવી દીધુ હતુ અને હાઇવે પર જ છકડો પલટી ખાઇ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ રાત્રીમાં 3 અલગ અલગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 14 લોકોને ઇજા થઇ હતી. સાયલા-દસાડા અને મુળી હાઇવે પર પણ અકસ્માતની ઘટના બની હતી.