દુ:ખદ@પાટણ: વહેલી સવારે 2 રીક્ષા સામસામે અથડાતાં મહિલા અને બાળકનું મોત, પરિજનો શોકમગ્ન

અટલ સમાચાર, ડેસ્ક
પાટણ જિલ્લામાં સતત વધી રહેલ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. વિગતો મુજબ આજે વહેલી સવારે પાટણ-ડીસા હાઇવે પર અધાર ગામ પાસે બે રીક્ષા સામ સામે અથડાઇ હતી. આ તરફઆ અચાનક બનેલી ઘટનામાં બંને રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેને લઈ તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલા અને બાળકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
પાટણના પાટણ-ડીસા રોડ પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. આજે સવારનાઅ સમયે અઘાર ગામ નજીક બે રીક્ષા સામસામે અથડાઇ હતી. જેમાં રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા તમામને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મકવાણા દમયતિબેન પ્રકાશભાઇ અને ભુમિકા બેન પરમાર સાકરબેનનું મોત થયું છે.