નિર્ણય@ગુજરાત: રાજ્યના 2 મોટા યાત્રાધામમાં ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ

 
Rope Way

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર પણ ઠંડોગાર બન્યો છે. ગિરનાર પર પવનને કારણે પ્રવાસીઓમાં ઘટાડો છે તો હવે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. આ સતત વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા પણ આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે. 

જૂનાગઢ શહેરમાં 2 દિવસથી હાડ થીજવતી ઠંડીને કારણે ગિરનાર પર પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. નોંધનીય છે કે, ઠંડા પવનને કારણે જન જીવન પર અસર પડી છે. જેને લઈ હવે લોકોએ ઠંડીથી બચવા તાપણા કરી રાહત મેળવી છે. 

રાજ્યમાં પડતી હાડ થીજવતી ઠંડીને લઈ હવે પાવાગઢ રોપ-વે સેવાને લઈને પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ પવનના કારણે રોપ વે કેટલાક સમય સુધી બંધ રખાયો હતો. આ સાથે રોપવેમાં બેસવા માટે આજે લાઈનમાં નહિં ઉભા રહેવા રોપ વે સંચાલકોએ જણાવ્યું છે.