ઘટના@મોરબી: બેસતા વર્ષે જ માધાપરમાં 2 રાઉન્ડ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ચકચાર, જાણો સમગ્ર ઘટના
Thu, 27 Oct 2022

અટલ સમાચાર, ડેસ્ક
બેસતા વર્ષના દિવસે જ મોરબી જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મોરબીના માધાપરમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે જ્યાં શેરી નંબર 19માં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોકરાની બાબતમાં ઝઘડો થયો હતો જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જે ઝઘડામાં મારામારી પણ થઈ હતી જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

માધાપરની શેરી નંબર 19ની બે રાઉન્ડ ફાયરિંગ અને મારામારીની ઘટનાના પગલે પોલીસ તપાસ હાથ ધરી છે. વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.