સજા@સુરત: 4 વર્ષની બાળકી પર જાતીય હુમલો કરનાર પરિણીત યુવાનને 20 વર્ષની સખ્તકેદ

 
Rape

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં બે વર્ષ પહેલાં અમરોલી વિસ્તારમાં રહેતી ચાર વર્ષ 11 માસની બાળકીને લલચાવી ફોસલાવી પોતાના રૃમમાં લઈ જઈને જાતીય હુમલો કરી પોક્સો એક્ટના ભંગના કેસમાં 30 વર્ષીય પરણીત બિહારી યુવાનને આજે પોક્સો કોર્ટના એડીશ્નલ સેશન્સ જજ બી. પી. પુજારાએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ 5(એમ)6 હેઠળ 20 વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ તથા ન ભરે તો વધુ ત્રણ માસની કેદ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ તથા આરોપીએ ભરેલી દંડની રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે.

અમરોલી વિસ્તારમાં રહેતી ચાર વર્ષ 11 માસની બાળકીની ફરિયાદી માતાએ ગઈ તા.1-1-2022ના રોજ બે સંતાનોના પિતા એવા 30 વર્ષીય પરણીત આરોપી અકબર ઉસ્માનઅલી રાય(રે.ઉધના નહેર પાસે ઉધના)ની વિરુદ્ધ અમરોલી પોલીસમાં પોતાની ચાર વર્ષની બાળકીને લલચાવી ફોસલાવીને પોતાના રૃમમાં બદકામના ઈરાદે લઈ જઈને જાતીય હુમલો આચરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ભોગ બનનારના પિતા રાત્રે નાઈટ શિફ્ટમાં કામે ગયા હોઈ ફરિયાદી માતાએ પોતાની કાકીને રાત્રે સુવા માટે બોલાવવા ભોગ બનનાર બાળકીને મોકલી હતી.જે દરમિયાન આરોપી અકબર રાયે પોતાના મિત્રની રૃમ પર એકલો હોઈ ભોગ બનનાર બાળકીને લાલચ આપીને પોતાના રૃમમાં ઉપાડી જઈને તેના કપડા કાઢી નાખીને અનવોન્ટેડ સ્પર્શ કરી ફીંગરીંગ કરીને જાતીય હુમલો કર્યો હતો.

આ કેસમાં અમરોલી પોલીસે જેલભેગા કરેલા મૂળ બિહારના વતની એવા આરોપી અકબર રાય વિરુધ્ધના કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં ફરિયાદપક્ષે એપીપી સુરેશ પાટીલ તથા સંતોષ ગોહીલે આરોપી વિરુધ્ધ ૨૫ જેટલા સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને ઈપીકો-363,366,342,376 (2)(જે) તથા પોક્સો એક્ટની કલમ 376(એબી) તથા કલમ-3(બી) 4, 5(એમ), 6, 7, 8ના દોષી ઠેરવ્યો હતો.જેથી આરોપીના બચાવપક્ષે આરોપીની યુવાન વય તથા બે બાળકો તથા વૃધ્ધ માતાપિતાની જવાબદારી હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી પરણીત હોવા છતાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોઈ સમાજમાં આ પ્રકારના ગુના વધતા જતાં હોય દ્વષ્ટાંતરૃપ મહત્તમ સજા દંડ તથા ભોગ બનનારને વળતર ચુકવવાની માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ દંડ તથા વીકટીમને વળતર ચુકવવા નિર્દેશ આપતો હુકમ કર્યો છે.

કેસ કાર્યવાહી દરમિયાન ફરિયાદી માતાનું નિધન થયું હતુ.અલબત્ત ફરિયાદીએ ઓળખ પરેડ વખતે મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપીને ઓળખી બતાવ્યો હતો. જ્યારે ભોગ બનનારની જુબાની દરમિયાન પરપ્રાંતીય ભાષાના જાણકાર વકીલને ટ્રાન્સલેટર્સ તરીકે સહાય લેવામાં આવી હતી.આરોપીના બચાવપક્ષે બાળ સાક્ષીની શીખવાડેલી જુબાની આપી હોવાના બચાવને કોર્ટે નકાર્યો હતો કારણ કે મેડીકલ પુરાવાથી પણ ફરિયાદ પક્ષના પુરાવાને સચોટ સમર્થન મળ્યુ હતુ.