રિપોર્ટ@ઉમરપાડા: જેટકો કંપનીના કેસમાં 23 આરોપીઓ નિર્દોષ, કોર્ટે કર્યો PI સામે ખાતાકીય તપાસનો આદેશ
અટલ સમાચાર, ડેસ્ક
ગત 2019 માં ઉમરપાડા તાલુકાના ચીમનીપાતાલ ગામના 23 ગ્રામજનો પર જેટકો કંપની દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં કોર્ટે 23 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. નિર્દોષ નાગરિકોને ખોટી રીતે ફસાવવા ફરિયાદ નોંધતા સરકારી કર્મચારીઓ માટે એક દાખલા સમાન ચુકાદો છે. કોર્ટે વધુમાં ટાંક્યુ હતું કે, તપાસ અધિકારી પીઆઇ મોરી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે. તેમ કરવા કોર્ટે પોલીસ અધિક્ષકને સુચન આપ્યું છે.
ઉમરપાડા તાલુકાના ચીમનીપાતાલ ગામે ગૌચરની જમીનમાં જેટકો કંપની ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મ બનાવવાની કંપની નાંખવાની કામગીરી શરૂ કરાતા તેનો ગામના લોકોએ વિરોધ કર્યો હતો. ત્યારે ગત વર્ષ 2019માં ગામવાસી ઉપર ઉપરપાડા તાલુકા પોલીસ મથકે સરકારી કર્મચારીઓ પર હુમલો, રાયોટીંગ,સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની લાંબી લડત બાદ એડવોકેટ બિલાલ કાગઝીની ધારદાર દલીલો બાદ ઉમરપાડા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા બંને કેસમાં 23આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.