બ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા 24 DEO-DPEOની બદલી કરાઇ, જાણો કોને ક્યાં મૂકાયા

 
Jitu Vaghani

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ચૂંટણી પહેલા ધડાધડ બદલીઓની મોસમ ચાલી રહી છે. ત્યારે 76 DySP બાદ હવે રાજ્યમાં 24 DEO-DPEOની બદલી કરવામાં આવી છે. તદુપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓના પણ તાજેતરમાં જ ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કરાયો હતો. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

APMC Unjha

ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજ્યના 24 જેટલા DEO - DPEOની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા DEO મળ્યાં છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે.

જુઓ કોની કઇ જગ્યાએ બદલી કરાઇ ?

01

02

તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની કરાઇ હતી બદલી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અલગ-અલગ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. આ સિવાય 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલીના આદેશ અપાયા. વધુમાં થોડાક દિવસો અગાઉ જ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે.