નિર્ણય@મહેસાણા: રેલવે સ્ટેશન પરથી પસાર થતી 24 ટ્રેનો આજથી એકસાથે બંધ, જાણો શું છે કારણ ?

અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતના લોકો માટે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. વિગતો મુજબ મહેસાણા મહેસાણા રેલવે સ્ટેશન પર આવતી-જતી 24 ટ્રેનોને એક સાથે બંધ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આજથી 24 દિવસ સુધી એટલે કે, 4 માર્ચ સુધી 24 ટ્રેનોને બંધ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મહેસાણા માર્કેટયાર્ડના રિમોડલિંગ અને જગુદણ-મહેસાણા સ્ટેશન વચ્ચે ડબલ લાઈનના કામને લઈ આ નિર્ણય કરાયો છે.
મહેસાણા રેલવે સ્ટેશન પરથી પસાર થતી 24 ટ્રેનોને બંધ કરાઇ છે. મહેસાણા યાર્ડના રિમોડલિંગ અને જગુદણ-મહેસાણા સ્ટેશન વચ્ચે ડબલ લાઈનના કામને લઈને આજથી ટ્રેનો બંધ રહેશે. જોકે મહત્વનું છે કે, કામગીરી પૂર્ણ થતાં તમામ ટ્રેનો રાબેતા મુજબ દોડવા લાગશે. નોંધનીય છે કે, આજથી 4 માર્ચ સુધી (09432) મહેસાણા-સાબરમતી, (09438) આબુ રોડ- મહેસાણા, (14822) સાબરમતી-જોધપુર અને (09434) પાટણ-સાબરમતી ટ્રેન બંધ રહેશે.
કઈ-કઈ ટ્રેન ક્યાં સુધી બંધ ?
સાબરમતી-મહેસાણા 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
મહેસાણા-સાબરમતી 9 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી
(09437) મહેસાણા-આબુ રોડ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09438) આબુ રોડ- મહેસાણા 9 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી
(09369) સાબરમતી-પાટણ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09370) પાટણ-સાબરમતી 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(14821) જોધપુર-સાબરમતી 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(14822) સાબરમતી-જોધપુર 9 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી
(14819) જોધપુર-સાબરમતી 9 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(14820) સાબરમતી-જોધપુર 9 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09433) સાબરમતી-પાટણ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09434) પાટણ-સાબરમતી 9 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી
(09481) મહેસાણા-પાટણ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09482) પાટણ-મહેસાણા 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09487) મહેસાણા-વિરમગામ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09488) વિરમગામ-મહેસાણા 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09476) પાટણ-મહેસાણા 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09475) મહેસાણા-પાટણ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09491) મહેસાણા-વિરમગામ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09492) વિરમગામ-મહેસાણા 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09484) પાટણ-મહેસાણા 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09483) મહેસાણા-પાટણ 8 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09497) ગાંધીનગર-વરેઠા 26 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી
(09498) વરેઠા-ગાંધીનગર 27 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી