ધાર્મિક@મોડાસા: 250 વર્ષ જુના જમણી સૂંઢના મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે 1100 ઉદેલાડુનો ગણેશયાગ

 
Ganpati

અટલ સમાચાર, ડેસ્ક

ગણેશ મહોત્સવમાં દરેક ગામ અને શહેરમાં અલગ અલગ થીમ પર ગણપતિ પંડાલ બનાવીને મૂર્તિ પધરાવવામાં આવે છે અને દસ દિવસ સુધી ભગવાન ગણેશના અવનવા મનોરથ ભજન પૂજા અભિષેક યજ્ઞ જેવા ધાર્મિક પૂજા વિધિ સહિત ઉત્સવ મનાવવામાં આવે છે. મોડાસાના ધુણાઈ રોડ પર બિરાજમાન જમણી સૂંઢના શ્રી મનોકામના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ અનોખી ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે.

મોડાસામા ભાદરવા સુદ ચોથના ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર વિધ્નહર્તા ગણેશજીની ભક્તિ સાથે વિવિધ ગણેશ પંડાલોમાં વિધ્નહર્તા ગણેશની શોભાયાત્રા કાઢી સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગજાનનની સ્થાપનામાં શ્રીફળમાંથી ગણેશ જેવી સૂંઢ નીકળતા શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શનનો લાભ લીધો હતો. મોડાસામાં ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા મનોકામના સિદ્ધિવિનાયક મંદિરના પંડાલમાં ગણેશ ભક્તોએ દુંધાળા ગણેશની સ્થાપના કરી પૂજા, અર્ચના અને આરતી કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.