મર્ડર@સુરત: અંગત અદાવતમાં 26 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા, પરિજનો શોકમગ્ન

 
Surat Murder

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ફરી એક વાર ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં યુવકની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવતાં ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. 26 વર્ષીય યુવકની અજાણ્યા ઇસમો દ્વારા ચપ્પુ મારી હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકનું નામ આકાશ બાબાસાહેબ વાઘમારે છે. મૂળ મહારાષ્ટ્રીયન યુવકની હત્યાને લઈને સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આકાશ વાઘમારે ભટાર વિસ્તારમાં આવેલ ગોકુલ નગરમાં રહે છે. અંગત અદાલતમાં હત્યા થઈ હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. ખટોદરા પોલીસે આ મામલે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ હત્યાના આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.