રિપોર્ટ@ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતા હેઠળ આજે 26મી વેસ્ટન ઝોનલની બેઠક

 
Amit Shah

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, આજે ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં દેશના વેસ્ટન ઝોનની મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્ર, ગોવા સહિત દીવ અને દમણ વચ્ચે બેઠક યોજાવવાની છે. ગાંધીનગર ખાતે આયોજિત આ 26મી વેસ્ટર્ન ઝોનલ બેઠકમાં પર્યાવરણ, પાણી, દરિયાઈ સુરક્ષા, આંતર રાજ્યોની બોર્ડસ સહિતના સુરક્ષાના મુદ્દે ચર્ચા થવાના છે.