છેતરપિંડી@કડી: અમેરિકા મોકલશુ કહીને આફ્રિકા મોકલી દીધો, ઉપરથી 28 લાખ પડાવ્યા, 2 વિરુદ્ધ ફરિયાદ

 
Kadi

અટલ સમાચાર, ડેસ્ક

વિદેશ જવાની લાલચમાં ફરી એકવાર યુવક છેતરાયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ કડીના એક યુવાનને અમેરિકા લઈ જવાનું કહીને આફ્રિકા સુધી લઈ ગયા અને અમેરિકાના વિઝા થઈ ગયા છે, તેમ કહીને લાખો રૂપિયા યુવાન પાસેથી પડાવી લીધા હતા. જે બાદમાં યુવકને અમેરિકા નહીં મોકલી આફ્રિકાથી પાછો ભારત દેશ મોકલી આપ્યો હતો. જ્યારે પાંચ વર્ષ થઈ ગયા હોવા છતા એજન્ટો દ્વારા લાખો રૂપિયા પરત ન આપતા યુવાનના ભાઈએ કડી પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

મહેસાણા જિલ્લાના કડી શહેરના એસ.વી હાઈસ્કૂલની પાછળ રહેતા નીતિન પટેલનો પરિચય 2019ના વર્ષની અંદર કેતુલ પુરી ગૌસ્વામી રહે કડી વાળા સાથે થયો હતો. કેતુલ તેમજ કલ્પેશ વ્યાસ રહે અમદાવાદ બંને જણા અમેરિકા મોકલવાનું કામ કરે છે. તેવું કેતુલે નીતિનને કહેલું હતું. જ્યાં નીતિનના ભાઈ નિલેશ અમેરિકા જવા માગતો હતો. તો નીતિન એ કેતુલને વાત કરી હતી. વર્ષ 2019ના નવમાં મહિનામાં કેતુલે તેના ભાગીદાર કલ્પેશ વ્યાસ સાથે નીતિનની મુલાકાત કરાવી હતી અને 50 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બંને જણાએ નીતિનને કહ્યું કે, તમારા ભાઈને આફ્રિકાથી અમેરિકા મોકલી આપીશું. આફ્રિકા ગયા પછી ત્યાંથી અમેરિકાના વિઝા થાય ત્યારે 30 લાખ આપવાના અને અમેરિકા પહોંચી જાય એ પછી 20 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ તરફ કડીમાં કેતુલ અને કલ્પેશ નીતિનના ભાઈને 09/10/19 તેઓ આફ્રિકા લઈ ગયા હતા. 21/10/19ના રોજ કેતુલને નીતિનને whatsappથી ફોન કરેલો અને તે દરમિયાન કલ્પેશ અને નીતિનના ભાઈ સાથે હતો. કેતુલે કહ્યું કે, તમારા ભાઈના અમેરિકાના વિઝા થઈ ગયા છે. તો અમદાવાદ જઈને 20 લાખનું આંગડીયું કરી પૈસા મોકલાવો તેમ કહ્યું હતું. ત્યારે ફોનથી નીતિનને વિઝાની કોપી whatsapp કરી હતી. 24/10/19ના દિવસે નીતિન અમદાવાદ સીજી રોડ ઉપર જઈને આંગડિયું 20 લાખ રૂપિયાનું કરાવી દીધું હતું. 

 

આ સાથે કેતુલે નીતિનને કહ્યું કે, 31/10/2019ના દિવસે તમારા ભાઈની અમેરિકા જવાની ટિકિટ થઈ ગઈ છે. જે વાત કેતુલે નીતિનને કહી હતી અને ત્રણ દિવસ પછી કેતુલ ઇન્ડિયા પરત આવ્યો અને નીતિનને ફોન કરીને કહ્યું કે, બીજા 8 લાખ રૂપિયા રોકડા ઘરે આપી જવાનું જણાવ્યું હતું. તે બાદ નીતિન અને તેના પત્ની આઠ લાખ રૂપિયા લઈને કેતુલના ઘરે જઈને આપ્યા હતા. કેતુલે નીતિનને કહ્યું કે, તારો ભાઈ કલ્પેશ વ્યાસ જોડે છે તેવું જણાવ્યું હતું.

આ દરમ્યાન કડીમાં નીતિન પટેલના ભાઈને 31/10/2019 ના દિવસે અમેરિકા મોકલી આપીશું, પરંતુ મોકલી ન આપતા નીતિન એ કેતુલનો સંપર્ક કર્યો હતો. જે દરમિયાન કેતુલે કહ્યું કે, કોઈ કારણોસર કામ થયેલું નથી અને તમારા ભાઈને 07/11/2019 ના દિવસે મોકલી આપીશું, પરંતુ તે દિવસે પણ નીતિનના ભાઈને અમેરિકા મોકલી આપ્યો ન હતો. કેતુલનો સંપર્ક કરતા કેતુલે કહ્યું કે, પાસપોર્ટ આવ્યો નથી અને તમારા ભાઈને 18/11/2019 ના દિવસે ચોક્કસ અમેરિકા મોકલી આપીશું. પરંતુ આફ્રિકાના યુગાન્ડાથી અમેરિકા મોકલી આપ્યો નહીં. લ્પેશ વ્યાસ અને કેતુલનો કેટલીક વાર નીતિન એ સંપર્ક કરતા નીતિનના ભાઈને અમેરિકા મોકલી ન આપ્યો હતો. ત્યારે કેતુલે તેને જણાવ્યું કે, કામ નહીં થાય અને પૈસા પણ પાછા ન આપ્યા.

જોકે નીતિને 25/12/2019ના દિવસે તેના ભાઈની ટિકિટ કરાવીને તેના ભાઈને યુગાન્ડાથી ઇન્ડિયા પાછો બોલાવી લીધો હતો. જ્યાં તેઓએ આંગડિયા પેઢીમાં તપાસ કરતાં બંને લોકોએ પૈસા ઉપાડી લીધા હોવાનું માલુમ થયું હતું. કડીમાં નીતિનના ભાઈને અમેરિકા મોકલવાનું કહીને બે ઈસમો એ છેતરપિંડી કરી હતી. જે બાબતે નીતિન એ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત નીતિન એ અવાર નવાર કેતુલ અને કલ્પેશ પાસે ઉઘરાણી કરતા તેઓએ 28 લાખ રૂપિયા પાછા આપ્યા ન હતા. જ્યાં નીતિન કેતુલના ઘરે સન 2021ના પાંચમા મહિનામાં ગયો હતો. જે દરમિયાન કેતુલે પૈસા આપવાની ના પાડી દીધી હતી અને અપશબ્દો બોલ્યા હતા. આજ દિન સુધી પૈસા પાછા ન આપતા નીતિને કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવી બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.