કાર્યવાહી@સુરત: દરિયા કિનારે મળેલા 4 કરોડની કિંમતના ચરસના જથ્થાને છૂપાવનારા 3 પકડાયા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત છાસવારે ડ્રગ્સ સહિતના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવતાં હોય છે. ત્યારે થોડા સમય અગાઉ હજીરાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસના જથ્થાને બે યુવકો દ્વારા દરિયા કિનારે અવાવરૂ જગ્યાએ દાંટી દઈને બાદમાં અન્ય સાથે મળીને વેચાણ માટે લાવવાનું શરૂ કરાયું જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, ડ્રગ્સનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજી-પીસીબીને મળી હતી. જતિન ઉર્ફે જગુ નામના શખ્સને રાંદેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. અફીણનો જથ્થો હજીરાના નિલમનગર ખાતે રહેતા પિંકેશ અને અભિષેક દ્વારા આ જથ્થો આપ્યો હોવાની હકીકત સામે આવી હતી. બંને મિત્રો હજીરા દરિયા કાંઠે ફરવા ગયા હતા. જે વેચાણ અર્થે જતીનને આપ્યો હતો. તમામ અફીણના પેકેટ મોટાભાગના પેકેટ હજીરા ખાતે આવેલી અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં દાંટી દીધો હતો. જેમાંથી બે પેકેટ વેચાણ અર્થે લઈ લીધા હતા.
છુપાવી રખાયેલા ચરસના જથ્થામાંથી છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. ચરસનો જથ્થો અંદાજીત 4 કરોડથી વધુની કિંમતનો હતો. પ્રત્યેક કિલોનો ભાવ 50 લાખ રૂપિયાનો ભાવ છે. શહેર પોલીસની સતર્કતના કારણે ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા એક ગ્રામ,બે ગ્રામ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા બાકી જથ્થો જમીનમાં દાંટવામાં આવ્યો હતો. તે કબ્જે કરવામાં આવ્યો હતો.