કરૂણાંતિકા@ભાવનગર: શાળાએથી પરત ફરતી વેળાએ કરંટ લાગતા 2 બાળકી સહિત 3 બાળકોના મોત
Tue, 7 Mar 2023

અટલ સમાચાર, ડેસ્ક
હોળીના તહેવાર વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મહુવા તાલુકાના કટિકડા ગામમાં એક સાથે ત્રણ બાળકો ઈલેક્ટ્રિક શોટ લગતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. આ ઘટના બાદ આખા ગામમાં ગમગીની છવાઇ ગઇ છે. મૃતકોના પરિવારમાં આઘાતની લાગણી છવાઇ ગઇ છે.
ભાવનગરનાં મહુવા તાલુકાના કટિકડા ગામમા બે દીકરી એક દીકરો સ્કુલથી ઘરે જતી વખતે વાડી વિસ્તારમાં રસ્તામાં પડેલા ઇલેટ્રીક વાયરને અડી જતા ત્રણેય બાળકોનાં મૃત્યુ થયા હતા. મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મૃતક વિદ્યાર્થીઓના નામ
1. કોમલ મગનભાઈ ચૌહાણ ઉ. વ.12
2. નૈતિક કનુભાઈ જાંબુચા ઉ. વ.12
3. પ્રિયંકા કનુભાઈ જાંબુચા ઉ.વ.10