કરુણાંતિકા@સુઇગામ: ભાઈને ડૂબતો જોઈ બે બહેનો બચાવવા કુદી, તળાવમાં ડૂબી જતાં 3નાં મોત

 
Suigam uchosan

અટલ સમાચાર, ડેસ્ક સુઇગામ તાલુકાના ઉચોસણ ગામથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ગામ નજીકના તળાવમાં બે સગી બહેનો સાથે બે પિતરાઈ ભાઈઓ ગયા હતા. જ્યાં કપડાં ધોતી વખતે એક મોટો ભાઈ તળાવમાં ન્હાવા પડતા તેં ડૂબવા લાગ્યો હતો. આ દરમિયાન તેને બચાવવા જતા એક પછી એક બે બહેનો સાથે ત્રણ માસૂમ કિશોર કિશોરીઓના તળાવમાં ડૂબી જતાં ત્રણેયના મોતનિપજ્યાં હતા. ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ તરવૈયાઓ દ્વારા ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા બાદ પરિવારને માથે આભ ફાટી પડ્યું છે. 

બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીક આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતા માંદેવભાઈ રબારી, ભૂમિ માંદેવભાઈ રબારી તેમજ પિતરાઈ ભાઈઓ વિષ્ણુ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયા હતા. આ દરમિયાન વિષ્ણુ અને મહેશ બન્ને ભાઈઓ તળાવના કિનારે પાણીમાં ન્હાતા હતા. જેમાં વિષ્ણુ તળાવના ઉડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાઈને ડૂબતાં જોઈ કપડાં ધોઈ રહેલી અસ્મિતા તથા ભૂમિ બંને બહેનોએ ડૂબતા ભાઈને બચાવવા પાણીમાં પડતા ત્રણેય તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટના જોઈ નાનકડો મહેશ ગામમાં દોડી આવીને બનાવની જાણ કરતા ગ્રામજનો તળાવ કાંઠે પહોંચ્યા હતા. જ્યાં તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાં ગરકાવ ત્રણેય પિતરાઈ ભાઈ બહેનોના મૃતદેહોને બહાર નિકાળવામાં આવ્યા હતા.