દુ:ખદ@ગુજરાત: લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવાર માટે કાળ બન્યો ટ્રક, બાળકી સહિત 3નાં મોત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. જાયવા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના જાયવા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્મતા સર્જાયો હતો. જેમાં ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1 બાળકી સહિત 3ના મોત નિપજ્યાં છે. રાજકોટમાં લગ્નપ્રસંગથી પરત ફરતા જામનગરમાં પરિવારને અકસ્માત નડ્યો હતો. જામનગરમાં રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, કારમાં સવાર મહિલા, પુરુષનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બે વર્ષની બાળકીને વધુ સારવાર અર્થે જામનગર લવાઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.