દુર્ઘટના@અરવલ્લી: મોડાસા પાસે ગમખ્વાર અકસ્માતમાં માસી-ભાણિયા સહિત 3નાં મોત, એક બાળકી ગંભીર

 
Accident

અટલ સમાચાર,મોડાસા 

મોડાસા તાલુકાના રાસલપુર પાસે એક અકસ્માતમાં ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બુલેટ પર સવાર 4 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ છે.

અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાના રાસુલપુર પાસે આજે સવારે નવ વાગ્યાના અરસામાં રાસુલપુર ગામના એક વ્યક્તિ પરિવાર સાથે બહાર જવા નીકળ્યા હતા. આ દરમ્યાન રસુલપુરથી આગળ એક પુરપાટ જડપે આવતી કારના ડ્રાયવરે કાર સામેથી આવતા બુલેટને જોરદાર ટક્કર મારી હતી. જેથી બુલેટ પર સવાર નાના બાળકો સહિત ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક બાળકી ગંભીર થવાથી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે.  

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડાસા-હિંમતનગર હાઈવે પર રસુલપુર નજીક બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોની ભીડ એકઠીં થઈ ગઈ હતી. જેના લીધે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.