દુર્ઘટના@અમદાવાદ: નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક તૂટતા 3 શ્રમિકના ઘટના સ્થળે જ મોત

 
Ghuma

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક તૂટતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. આ દૂર્ઘટનામાં 12માં માળ પરથી નીચે પટકાતા 3 મજૂરોના મોત થયા છે. બનાવની જાણ થતા જ અફરા તફરી મચી ગઇ હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

શહેરના ઘુમા વિસ્તારમાં ઝવેરી ગ્રીન્સ નામની કંસ્ટ્રક્શન સાઇટમાં બિલ્ડિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન બિલ્ડિંગના 12માં માળ ઉપર કેટલાક મજૂરો કામ કરતા હતા. આ દરમિયાન પાલક તૂટી પડતા મજૂરો નીચે પટકાતા જેને કારણે ત્રણ મજૂરોના મોત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ દૂર્ઘટનામાં રાજેશ કુમાર, સંદીપ અને અમિત કુમારનું નિધન થયું છે. મૃત્યુ પામેલ ત્રણેય મજૂરો યુપીના રહેવાસી હતા.આ મજૂરો ઉત્તર પ્રદેશના અમેઠી અને બારાબંકીના હોવાનું જાણવા મળે છે.