દુર્ઘટના@ખેરાલુ: રિક્ષા અને ઇકો વચ્ચે દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત, ઠાકોર પરીવાર શોકમગ્ન

 
Kheralu

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. આ ગોઝારા અક્સમાતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે.

Jaherat
જાહેરાત

ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્થળ પર જ ભાવેશ ઠાકોરનું મોત નીપજ્યુ હતુ. જ્યારે હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ત્રણ લોકોનાં મોત નીપજતા બધા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે. આ મોતના સમાચાર આવતાની સાથે આખા ઠાકોરવાસમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ ગોઝારા અક્સમાતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.