કાર્યવાહી@સુરેન્દ્રનગર: પોલીસ સ્ટેશનમાંથી 3 પોલીસકર્મીઓએ જ કરી વિદેશી દારૂની ચોરી, ખુદ PSI બન્યા ફરિયાદી
અટલ સમાચાર, ડેસ્ક
દસાડાના બજાણા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ અને એક GRD જવાને મળીને 606 બોટલ વિદેશી દારૂની ચોરી કરી છે, જેની કિંમત લખો રૂપિયા થાય છે. રેડ દરમિયાન જપ્ત કરવામાં આવેલા દારૂની પોલીસકર્મીઓ દ્વારા જ ચોરી કરવામાં આવતા પોલીસ સ્ટેશનના PSI એસ. પી. ઝાલાએ ક્રિપાલસિંહ જશવંતસિંહ ચાવડા – પોલીસકર્મી, રહે. પાટડી, ભાવેશભાઈ જયંતિભાઈ રાવલ – પોલીસકર્મી, રહે. બજાણા, ગોવિંદભાઈ માયાભાઇ – પોલીસકર્મી, રહે. પાટડી અને યોગેશ કાળુભાઇ મેરાણી – GRD જવાન, રહે. બજાણા આ ચારેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના બજાણા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ અને એક GRD જવાને પોતાના અંગત સ્વાર્થ માટે પોલીસની નજર ચુકવી પાટડી પોલીસ લાઇનના કંપાઉન્ડમાં રાખેલ ડમ્પર તથા આયશર ગાડીમાંથી મેકડોવેલ્સ નં.1 વ્હીસ્કી 750 મી.લી.બોટલ નંગ.46 કી. રૂ.17200/-, ઓલ સીઝર ગોલ્ડન વ્હીસ્કી 750 મી.લી. બોટલ નંગ.70 કી.રૂ.26250/-, જીપ કંપાસ તથા બ્રેઝામાં રોયલ સ્ટેગ સુપરીયર વ્હીસ્કી 750 મી.લી. બોટલ નંગ.34 કી.રૂ.13600/-, અલ્ટો ગાડીમાં બ્લેન્ડર પ્રાઇડ 750 મી.લી,બોટલ નંગ.56 જેની કિં.રૂ.39200/-, એમ મળી કુલ બોટલ નંગ.206, કિંમત રૂ.96300/- પોતાના અલગ અલગ વાહનમાં ભરી લઇ જવાની તૈયારી સાથે મળી આવ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ સાથે બજાણા પો.સ્ટે.માં અગાઉ અલગ અલગ ગુનામાં કબજે કરેલ મુદ્દામાલ પૈકી અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.214 જેની કી.રૂ. 96300/- વિદેશીદારૂનો જથ્થો ચોરીછુપીથી વાહનમાં ભરી સગેવગે કરી, તેમજ બજાણા પો.સ્ટે.ના ગુનામાં કબજે કરેલ અન્ય ગુનાના મુદ્દામાલની ગણતરી કરતા નાની મોટી બોટલ નંગ.606,કી.રૂ.188560/- ના મુદ્દામાલની ઘટ જણાઇ આવેલ. તેમજ રેડ દરમ્યાન મુદ્દમાલ રૂમની આજુબાજુમાં તથા પોલીસ લાઇનની પાછળના ભાગે તેમજ પોલીસ લાઇનના પંપ રૂમની આજુબાજુમાંથી છુટી છવાઇ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 205 જેની કી.રૂ.90500/- ની મળી આવી હતી. આ ત્રણેય પોલીસકર્મીઓ તેમજ એક GRD જવાન તમામ વિરુદ્ધ IPC કલમ, 406, 409, 114 તથા પ્રોહી કલમ. 6565-AE, 116116-B, 81, 98(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.