ગંભીર@ગુજરાત: પોલીસ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ, બચાવમાં PSIએ કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ

 
Gujarat

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પોલીસ પર હુમલો કરવાના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. જામનગરમાં પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ ભાદરા પાટિયા નજીક પોલીસે વોચ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મોરબીથી આવી રહેલા કારચાલકે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા PSI આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું.

જામનગરમાં નાકાબંધી દરમિયાન પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરીંગ કર્યું. જામનગર જિલ્લાના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક સ્કોર્પીયો કારે નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાકાબંદીમાં રહેલ જોડિયા PSIએ તાત્કાલિક સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ આરોપીઓ કાર પરત આમરણ તરફ હંકારી નાસી છૂટ્યા હતા. પોલીસે પીછો કરીને કારને આંતરી લઈ, કારમાંથી નીચે ઉતરી નાસી ગયેલા બે શખ્સોને પણ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જોડિયા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ભાદરા પાટિયા નજીક પોલીસે વોચ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીથી આવી રહેલા કારચાલકે સ્કોર્પીયો કાર રોકી અને પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પીએસઆઈ આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું. જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર પણ થયો હતો. મોરબીના સલીમ દાઉદ માણેક અને રફીક ગફુર મોવર વિરુદ્ધ પોલીસની હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે. મોરબીની કોઈ અપહરણની ઘટનાને લઈને પોલીસ વોચમાં હતી ત્યારે આ ઘટના બની હતી.