બ્રેકિંગ@પાટણ: વરાણા જતાં પગપાળા સંઘને અજાણ્યા વાહને અડફેટે લેતાં 3ના કમકમાટીભર્યા મોત, 4ની હાલત અતિગંભીર

 
Harij

અટલ સમાચાર, ડેસ્ક

સમી પાસે આવે વરાણા ખોડીયાર માતાના મંદિર પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો છે. વિગતો મુજબ આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ તરફ અન્ય 5 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત બન્યા હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેવામાં આવ્યા છે. 

પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાને લઈ પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે. જેમાં આ સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિગતો મુજબ અન્ય 4 જેટલા લોકોની હાલત અતિગંભીર છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહનચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે.