દર્દનાક@ગુજરાત: મધરાત્રે ઇકો ટ્રક પાછળ ઘૂસી જતાં હાઇવે મરણચીસોથી ગુંજ્યો, 3 યુવકના કમકમાટીભર્યા મોત

 
Anad

અટલ સમાચાર, ડેસ્ક

આણંદ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ કાર અથડાઇ જતા આ ગમખ્વાર અકસ્માત થયો છે. ખંભોળજ પોલીસ દ્વારા આ અંગે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ કારમાં સવાર યુવાનો કારના માલિકને વડોદરા મુકીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયના કાર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં મોતનો કોળિયો બનેલા ત્રણેવ યુવાનો ડાકોરનાં રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેના કારણે પરિવાર સહિત આખા ડાકોરમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.