દર્દનાક@સમી: રક્ષાબંધનના દિવસે ભયંકર અકસ્માત, ઘટનાસ્થળે જ 3 યુવકના કમકમાટીભર્યા મોત
Aug 30, 2023, 11:00 IST
અટલ સમાચાર, ડેસ્ક
આજે રક્ષાબંધનના દિવસે પાટણ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સમીનાં શંખેશ્વર માર્ગ એક કર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે. તહેવારના દિવસે જ ત્રણ લોકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
પાટણ જિલ્લાના સમીનાં શંખેશ્વર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પર આઈસર ટ્રક અને વેગનઆર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. વિગતો મુજબટ્રકને પાછળથી વેગનઆર કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ તરફ સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.