અકસ્માત@ગોધરા: મધ્યપ્રદેશ જતી ખાનગી બસ પલટી જતાં 30 મુસાફરો ઇજાગ્રસ્ત
Dec 23, 2022, 17:12 IST

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ગોધરા હાઇવે નજીક વાવડી ખુર્દ નજીક ખાનગી બસ રોડની બાજુમાં પલટી ગઇ હતી. બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરોને નાનીમોટી ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
અમદાવાદથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસ અચાનક પલટી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં જઈને પલટી ગઈ હતી. જેનાથી બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.