રેડ@ભાભર: ભ્રષ્ટાચારમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભાગીદારી, જમીનનાં રેકર્ડમાં નોંધ પાડવા સામે 3500 લેતાં ઝબ્બે

 
Acb

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર સફળ ACB ટ્રેપની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે ભાભર સેવા સદનમાં ઈ-ઘરા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર (એ.ટી.વી.ટી.) કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે. પ્રાથમિક વિગતો મુજબ જમીનમા હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારૂ આરોપીએ લાંચ માંગી હતી. જે ફરિયાદી આપવા ઇચ્છુક ન હોઇ તેમને ACB નો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ACBની ટીમે આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. 

બનાસકાંઠા જિલ્લાના ભાભરની મામલતદાર કચેરીમાં ઈ-ઘરા વિભાગમાં ACB ની સફળ ટ્રેપ સામે આવી છે. વિગતો મુજબ આ કામના ફરિયાદીના માસીના દીકરા ની જમીનમા હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારૂ ફરિયાદી આ કામના આક્ષેપિત પરબતભાઇ સેરજીભાઈ રાઠોડને મળ્યા હતા. જે બાદમાં તેઓએ ફરિયાદી પાસે કાચી નોંધ પાડવાના રૂપિયા 4,000 લઈ લીધેલ અને કાચી નોં પડયા બાદ પાકી નોંઘ પાડી આપવા સારૂ બીજા રૂપિયા 3500ની લાંચની રકમ આકામ ના આક્ષેપિત માંગણી કરતાં હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી એ.સી.બી. બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝન હેઠળ એસીબી પોલીસ સ્ટેશનના PI એમ.જે.ચૌધરીની ટીમે ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી પરબતભાઇ સેરજીભાઈ રાઠોડએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. 3500 લાંચની માંગણી કરી રૂ.3500 લાંચના નાણાં સ્વીકારતાં રંગહાથે ઝડપી લીધો હતો.