ગુજરાતઃ ધોરાજીમાં ભાદર -2 ડેમ ફરી વાર ઓવરફ્લો થતા 37 ગામોને એલર્ટ કરાયા
dem

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં છેલ્લા 8 કલાકમાં 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યાં જ ધોરાજીમાં ભાદર -2 ડેમ ફરી વાર ઓવરફ્લો થતા 37 ગામોને એલર્ટ કરી દેવાયા છે. ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આ ડેમ આવેલો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલી દેવાયો છે. જેથી ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેમમાં 2073.95 ક્યુસેકની આવક સામે 2073.95. ની જાવક થઇ રહી છે.

ભાદર ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલી દેવાતા ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ, છાડ વાવડર, સુપેડીને એલર્ટ કરાયા છે. ઉપલેટાના 15 ગામ, કુતિયાણાના 19 ગામ અને પોરબંદરના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ ભાદર 2 ડેમ સાઈટ ઉપર આવતા 37 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.


આ સાથે જ લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવાઇ છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સતત ઓવર ફ્લો રહેલ ભાદર 2 ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમ વિસ્તારમાં વરસાદ લઈને 1 દરવાજો 1.5 ફૂટ ખોલવામાં આવ્યો છે.તમને જણાવી દઇએ કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ કાબકી રહ્યો છે. આ તરફ ગોંડલ રોડ ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.

રાજકોટના જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસતા દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકાના પેઢલા, સમઢિયાળા, રબારીકા, સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ પડી રહ્યો છે. તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ મેઘસવારી યથાવત છે. ધોધમાર વરસાદથી જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે.