દુ:ખદ@રાજકોટ: હાઈવે પર ગંભીર અકસ્માતમાં એકસાથે 4 લોકોના કમકમાટીભર્યા મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે માલીયાસણ ગામ નજીક બે ટ્રક એને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર અને ડમ્ફર વચ્ચે અકસ્માત સર્જતાં ઘટના સ્થળે ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.અકસ્માત આટલો ગંભીર હતો કે બે જેટલા લોકો કારમાં ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સ્થાનિક લોકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ નજીક આવેલ માલીયાસણ ગામ નજીક આવેલા અમદાવાદ રાજકોટ હાઇવે પર બે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જતા ઘટના સ્થળે કમકમાટીભર્યા 4 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હજી પણ મૃતક આંક વધે તેવી શક્યતા છે. અકસ્માતના કારણે અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને કારણે એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટન સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક કિલર કરાવવાની કામગીરી પણ હાથ ધરી હતી.