દુર્ઘટના@વડોદરા: કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 4 લોકોનાં મોત, 5 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા શહેરમાં જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અને પાંચ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
પ્રાથમિક વિગતો મુજબ ટ્રક અને એસયુવી કાર વચ્ચે ટક્કર થઇ હતી, જ્યારે કારમાં 11 જેટલા લોકો સવાર હતા. અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતને પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં ઘાયલ 5 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કારમાં સવાર લોકો રાજસ્થાનના હોવાનું અનુમાન છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એસયુવી કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચઘાણ વળી ગયો હતો. કાર ટ્રકમાં ઘુસી ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જ્યારે ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

