દુર્ઘટના@સુરત: ઉધના વિસ્તારમાં ટ્રકે 4 લોકોને લીધા અડફેટે, 2 બાળકોના કરુંણ મોત
Updated: Nov 24, 2022, 18:30 IST

અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં અકસ્માતની વધુ એક ગોઝારી ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. જેમાં કાળ મુખા ટ્રકની ઠોકરે માતાની નજર સામે બે બાળકો કાળનો કોળિયો બની ગયા હતા. બેદરકાર ટ્રકચાલકે વધુ એક પરિવાર વિખેરી નાખતા પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે.
અક્સમાતને પગલે સૂરતનો ઉધનામાં બસ સ્ટોપ પાસેનો માર્ગ રક્તરંજિત બન્યો છે. જેમાં બેફામ સ્પીડે આવતા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબૂ ટ્રેકએ 4 લોકોને અડફેટે લીધા હતા. જે ને લઇને રસ્તે પસાર થતાં મા અને બે બાળકોને અકસ્માત નદીઓ હતો. આ ઘટનાને પગલે હેપ્પી અને સમંત શર્મા નામના 2 બાળકોને ગંભીર ઇજા થતાં તેમનું કમકમાંટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યાંરે માતાને ગંભીર ઇજા થતાં તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.