દુર્ઘટના@નવસારી: બીલીમોરામાં ગેસ સિલિન્ડર ફાટતા 4 વ્યક્તિ દાઝ્યા, બાળકનુ સારવાર વચ્ચે મોત
Updated: Dec 13, 2022, 17:03 IST

અટલ સમાચાર, ડેસ્ક
નવસારીમાં બીલીમોરા શહેરમાં ગેસની બોટલ ફાટતા એકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, બીલીમોરા નજીક આવેલા આતલીયા ગામે ગણેશનગરમાં રસોઈ બનાવતા સમયે અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. જેથી ચાર લોકો દાઝ્યા હતા. દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા ચાર સભ્યોમાંથી એક વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ પરિવારના અન્ય સભ્યો સુરત સિવિલમાં વધુ સારવાર લઈ રહ્યા છે.