ક્રાઇમ@સુરેન્દ્રનગર: અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ, 12 લોકો ઇજાગ્રસ્ત

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના લીમલી ગામે બે અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. આ જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ સ્થિતિ એ હદે વણસી હતી કે લોકો એકબીજા પર પાઇપ ધોકા ધારીયા સહિત ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા. આ ઘટનામાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર પર સામાન્ય બોલાચાલીનું સ્વરૂપ મોટા ઝગડામાં પરિણામ્યું હતું, જેમાં બે જૂથો સામસામે આવી ગયા હતા.

 મુળીના લીમલી ગામે બે અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણની ઘટનામાં મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.