બ્રેકિંગ@ઉ.ગુ: મહેસાણા-પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી રદ્દ કરાઈ, જાણો શું છે કારણ ?

 
MSN PTN

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા-પાટણને જોડતી ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. ત્યારે આ ટ્રેનોને લઈને હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા-પાટણને જોડતી 4 ટ્રેન રદ્દ કરાઈ છે. આ અંગેની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. 

 

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર જગુદણ- મહેસાણા વચ્ચે રેલલાઇન અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે 4 પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મહેસાણા- પાટણ, પાટણ-મહેસાણા, મહેસાણા-વિરમગામ અને સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે. રેલવેની કામગીરી પૂર્ણ થયા બાદ આ ટ્રેનોને ફરી રાબેતા મુજબ દોડાવવામાં આવશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રદ્દ કરવામાં ટ્રેનોમાં 09481 મહેસાણા- પાટણ સ્પે.(દૈનિક), 09483 મહેસાણા- પાટણ સ્પે.(સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09484 પાટણ- મહેસાણા સ્પે.(સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09476 પાટણ- મહેસાણા સ્પે.(દૈનિક), ટ્રેન નં. 09491 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ (દૈનિક), 09492 વિરમગામ-મહેસાણા સ્પે.દૈનિક, ટ્રેન નં. 09369 સાબરમતી- પાટણ સ્પેશિયલ (રવિવાર સિવાય દરરોજ) અને ટ્રેન નં. 09370 પાટણ- સાબરમતી સ્પેશિયલ (રવિવાર સિવાય દરરોજ)નો સમાવેશ થાય છે.