દુખદ@ગુજરાત: મોડાસાના 4 યુવકોના દર્દનાક અકસ્માતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક 

અરવલ્લીના મોડાસાના વોલ્વા ગામના લોકોને લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત નડ્યો છે. ટ્રક અને ઈકો કાર વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા વળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી કારના પતરા ચીરીને મૃતકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

લીંબડી-રાજકોટ હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં અરવલ્લીના 4 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે સ્થાનિકોની મદદથી કારનું પતરું કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.