આનંદો@તાપી: મહારાષ્ટ્રના હથનૂર ડેમના 41 દરવાજા ખોલાયા, ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક

 
Dam

અટલ સમાચાર, ડેસ્ક

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી 338 ફૂટને પાર થઈ છે. હથનુર ડેમમાંથી 3.42 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્ય ભારતમાં ભારે વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો થયો છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે હજુ પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે. ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે.

ઉકાઈનાં ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે. હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવતા ડેમની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે. હાલમાં આગળ અધિકારીઓ દ્વારા તાપી નદીમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે.