છેતરપિંડી@મહેસાણા: અમેરિકા જવાની લ્હાયમાં 45 લાખ ગુમાવ્યા, 2 ઈસમ વિરુધ્ધ ફરિયાદ

 
Langhnaj police

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણામાં અમેરિકા મોકલવાની લાલચમાં વધુ એક યુવક છેતરાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવકને અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ 50 લાખ પડાવ્યા હતા. જોકે બાદમાં અમેરિકા નહીં મોકલતા એજન્ટે 50માંથી 5 લાખ જ પરત આપ્યા હતા. જેથી બાકીના 45 લાખ પરત નહિ આપતા હવે બે ઈસમ વિરુધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 

આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણાના લીંચ ગામના દિનેશ પટેલને પોતાના દીકરાને અમેરિકા મોકલવાનો હોઇ બે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ તરફ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ ણામના ઇસમોએ દિનેશભાઈ પટેલને વિશ્વાસમાં લઈ લીધા બાદ તેમના દીકરાને અમેરિકા મોકલવા માટે 50 લાખ પડાવ્યા હતા. જોકે કોઈ કારણથી તેમના દીકરાને અમેરિકા નહીં મોકલતા તેઓએ પૈસા પરત માંગ્યા હતા.

 

આ દરમ્યાન દિનેશભાઈ પટેલે આરોપીઓ પાસે 50 લાખ પરત માંગતા તેમણે માત્ર 5 લાખ જ પરત આપ્યા હતા. જોકે બાકીના 45 લાખ પરત નહીં આપતા આખરે કંટાળી તેમણે આરોપીઓ સામે 45 લાખની છેતરપિંડીની લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી લાંઘણજ પોલીસ મથકના એસ.બી. ઝાલાએ ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.