રિપોર્ટ@ગુજરાત: GPSCની ડોક્ટરની સીધી ભરતીમાં પાસ 492 ડોક્ટરોને નિમણૂંકપત્રો અપાયા

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-GPSC દ્વારા તાજેતરમાં ડોક્ટરની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સીધી ભરતીથી પાસ થયેલા કુલ 492 ડોક્ટરોને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા.
નવનિયુક્ત ડોક્ટરોને નિમણૂંકપત્ર એનાયત કરવા દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ ડૉક્ટરોનું આરોગ્ય વિભાગ અને સરકારમાં સ્વાગત છે. સરકારે હાલ તમને જે જગ્યાએ નિમણૂંક આપી છે, ત્યાં ઉત્તમ કામ કરો, ગમે ત્યારે સરકાર તમારો ફીડબેક હાંસલ કરે તો એકદમ યોગ્ય મળવો જોઈએ, ખાસ કરીને કેટલાક તબીબો નિમણૂંક પત્ર હાંસલ કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કે પછી આદિવાસી વિસ્તારમાં જવાની ના પાડે છે અને બદલી કરાવે છે. પરતું ગ્રામ્ય વિસ્તારોમાં શીખવાનું ઘણું બધું છે. જેથી આજે નિમણૂંકપત્ર હાંસલ કરનારા તમામ ડોકટરોને જે જગ્યાનો નિમણુંકપત્ર મળ્યો છે ત્યાં લોકોની સારવાર અને સેવા કરવાનું કામ શરૂ કરી દે.