બનાવ@મહેસાણા: લ્યો બોલો 5 ઈસમ 20 લાખની કાર જ ચોરી ગયા, જાણો શું છે સમગ્ર મામલો

Santhal Police Station

અટલ સમાચાર, મહેસાણા

જોટાણા નજીક એક વ્યક્તિ 20 લાખ કિંમતની ક્રેટા ગાડી લઇ પોતાના મિત્ર સાથે દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન બાઈક પર આવેલા 5 લૂંટારુઓ ગાડી રોકાવી કારની જ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકમાં લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ પોલીસ હવે ફરિયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા માલોસણ ગામે રહેતા સિદ્ધાર્થ બારોટ જે એજન્ટ તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદીએ પોતાના મિત્ર દિનેશ પટેલ પાસેથી 20 લાખ કિંમતની ક્રેટા ગાડી પોતાના માટે લીધી હતી. બાદમાં 15 લાખ આપી બાકીના રૂપિયા 20 માસ પછી આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીના મિત્ર દિનેશ પટેલે ફરિયાદીને આપેલી ગાડી લઇને જોટાણા પાસે સુજર ગામે ખોડિયાર માતાના દર્શન કરવા જવાનું કહેતા બે મિત્રો ગાડી લઈ નીકળ્યા હતા.

 

આ દરમ્યાન ફરિયાદી અને તેનો મિત્ર દિનેશ પટેલ અને દેવડ કરણ સિંહ સાથે 20 લાખની ક્રેટા ગાડીમાં સવાર થઈને દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન ખારા ગામ પહોંચ્યા હતા. આ દરમ્યાન બપોરે એક વાગ્યા આસપાસ ગાડી પાછળ આવેલા 2 બાઈક પર આવેલા 5 ઈસમોએ ગાડી રોકાવી ચાવી પડાવી લીધી. આ સાથે દિનેશ પટેલ જોડે માથાકૂટ કરી હતી. ત્યારબાદ ગાડીની લૂંટ કરી આ અજાણ્યા પાંચ લૂંટારું ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જેને લઈ ફરિયાદીએ સાંથલ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ બાબતે ફરિયાદ નોંધાવી છે.