આનંદો@પાટણ: નવીન કલેક્ટર કચેરી માટે 5 કરોડથી વધુ ખર્ચાશે, જાણો બજેટમાં શું થઈ જોગવાઈ ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત બજેટમાં પાટણ કલેક્ટર કચેરીના નિર્માણ માટે સરકાર દ્વારા 516.34 લાખની જોગવાઈ કરાઇ છે. આ સાથે રૂપિયા 91 લાખ પ્રાંત કચેરી પાટણમાં મીટીંગ હોલ માટે, 30.38 લાખ અને રૂ. 127.17 લાખ સિદ્ધપુર સબ રજીસ્ટાર કચેરી માંતે ફાળવવામાં આવેલ છે. સરસ્વતી સબ રજીસ્ટ્રાર કચેરીના રિનોવેશન માટે રૂપિયા 9 લાખ ફાળવવામાં આવ્યાં છે.
ગુજરાતના નાણાંમંત્રી કનુ દેસાઇએ રજૂ કરેલા રાજ્યના બજેટમાં ઉત્તર ગુજરાત માટે રૂ.1728 કરોડની વધુની જોગવાઇના 17 વિકાસ કાર્યોને સ્થાન આપ્યું છે. જેમાં, પાટણ માટે રૂ.46 કરોડથી વધુની જોગવાઇ કરાઇ છે. બજેટમાં રજૂ કરાયેલી મહત્વની જોગવાઇઓ જોઇએ તો, પાટણ માટે નવી કલેક્ટર કચેરીની જોગવાઇ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ યોજનામાં પટોળાને આં.રા બજાર મળશે.
સમગ્ર મામલે અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પાટણમાં જ્યાં જિલ્લા સેવા સદન આવેલ છે તે પર્યાપ્ત ન હોવાથી જુના સર્કિટ હાઉસ સામે આવેલ સરસ્વતી પ્રોજેક્ટ કોલોની સંકુલ કે, જ્યાં સૌ પ્રથમ કલેક્ટર કચેરી કાર્યરત થઈ હતી. તે સ્થળ ઉપર નવીન કલેક્ટર કચેરી બનાવવા માટે સરકારના બજેટ સત્ર અગાઉથી દરખાસ્ત કરવામાં આવી હતી.