દુર્ઘટના@મોરબી: સરકારી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટતાં 5 મજૂરો ઈજાગ્રસ્ત, જાણો પછી શું થયું ?

 
Morbi

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક નિર્માણાધીન મેડિકલ કોલેજની ઈમારતનો સ્લેબ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચ કર્મચારી ઘાયલ થયાની માહિતી મળી રહી છે. એક અધિકારીએ કહ્યું કે આ ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી. 

નવી ઇમારતના બાંધકામ દરમિયાન ધાબું ભરતી વખતે જ આ ઘટના બની હોવાના દાવા થઇ રહ્યા છે. કોલેજના અધિકારીઓ સહિત પોલીસ ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરત જ રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક મજૂર કાટમાળ નીચે ફસાઈ ગયો હતો જેને બચાવવા માટે ઓપરેશન ચલાવાયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્યઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે કહ્યું કે મોરબીમાં એક સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન સ્લેબ તૂટી પડ્યું હતું. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. અમે સરકારને આગ્રહ કરીશું કે જે પણ તેના માટે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.