છેતરપિંડી@ગુજરાત: બનાસ ડેરીમાં નોકરી આપવાનું કહી 5 લાખ પડાવ્યા, અંતે પોલીસ ફરિયાદ બાદ તપાસ શરૂ

 
Banas Dairy

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠામાં નોકરી આપવાની લાલચે ઠગાઈ આચરવામાં આવી. ઠગબાજે બનાસ ડેરીમાં તમને નોકરી મળી જશે. ઠગબાજે નોકરી આપવાની લાલચ આપી પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદમાં ઠગબાજો રૂપિયા લઈને ફરાર થઈ ગયા. મળતા અહેવાલ પ્રમાણે આરોપીઓ દ્વારા આણંદ મિલ્ક ફેડરેશનનું બોગસ લેટરપેડ બનાવ્યું હતું. બોગસ લેટરપેડ બનાવી અને ખોટા સહી સિક્કા કરી એમડી સમક્ષ રજૂ કર્યા હતા. તો બીજી તરફ હાલ પાલનપુર તાલુકા પોલીસે વિષ્ણુ ચૌધરી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સામે એ પણ તપાસનો વિષય છે કે આ ઠગબાજે લેટર ક્યાં બનાવ્યો.