નિર્ણય@ડાકોર: રણછોડરાયજી મંદિરમાં VIP દર્શનના થશે 500 રૂપિયા ચાર્જ, જાણો વધુ
Aug 25, 2023, 11:51 IST
અટલ સમાચાર, ડેસ્ક
યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં વીઆઈપી દર્શનનો ચાર્જ વસુલવાનો શરૂ થયો છે. ડાકોરમાં વી.આઈ.પી દર્શન માટે ભક્તોએ ચાર્જ ચૂકવવાનો મંદિર કમિટિએ નિર્ણય કર્યો છે. જેમાં ઠાકોરજીની સન્મુખ ઉંબરા સુધી પહોંચી દર્શન માટે ભક્તોને 500 રૂપિયા ચાર્જ ચૂકવવા પડશે.
આ તરફ મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. પરિવાર સાથે આવેલા બાળક માટે ફ્રી દર્શન કરાવવામાં આવશે. આમ ડાકોર મંદિરમાં પણ અન્ય મંદિરોની જેમ વીઆઇપી દર્શનનો ચાર્જ લેવામાં આવશે.