પહેલ@થરાદ: આ ગામમાં દારૂ વેચનારને 51,000 તો ગુટખા-તમાકુ વેચનારને 11,000નો દંડ

 
Tharad dodgam

અટલ સમાચાર, થરાદ 

ગુજરાતમાં હવે દરેક સમાજમાં વધી રહેલા વ્યસનો સામે સામાજિક આગેવાનો હરકતમાં આવ્યા છે. જેને લઈ અનેક જગ્યાએ આગેવાનો અને સમાજ દ્વારા હવે વ્યસન મુક્તિ માટે પહેલ કરવામાં આવી રહી છે. અનેક ગામોમાં વ્યસન કરનારાને દંડ ફટકારવામાં આવે છે તેમજ ગામમાં તમાકુના ઉત્પાદનો વેચવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ તરફ હવેથરાદ તાલુકાની ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂ અને ગુટખા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

Tharad dodgam

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામ ગ્રામ પંચાય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી ગામમાં દારૂ અને ગુટખાનું વેચાણ કરનાર દંડને પાત્ર થશે. આ સાથે ગામમાં દારૂ વેચનારને 51 હજાર અને દારૂ લઈ જતાં પકડાય તો 5100 રૂપિયાનો દંડ થશે. તે ઉપરાંત ગુટખા અને તમાકુ વેચનારને 11 હજારનો દંડ ફટકારવામાં આવશે. જોકે અહી મહત્વની વાત છે કે, આ દંડની રકમ ગૌશાળામાં અપાશે. જેનાથી પશુઓને ઘાસચારો મળી રહે.

Tharad dodgam