ઉનાળો@અમદાવાદ: અંગ દઝાડતી ગરમી વચ્ચે આટલા દિવસમાં 590 લોકો બેભાન, જાણો એક જ ક્લિકે

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે. આ તરફ અમદાવાદમાં ગરમીના પારો 43 ડિગ્રીને પાર પહોંચતા હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે. આ તરફ ગરમીના કારણે બિમારીના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગરમીના કારણે બેભાન થઈ જવાની ઘટનાઓ વધી છે. માત્ર 13 દિવસમાં જ અમદાવાદમાં ગરમીના કારણે અંદાજે 590 લોકો બેભાન થઈ જવાની ઘટના 108 ઈમરજન્સીમાં નોંધાઈ છે. જોકે, ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ જબદસ્ત ઉછાળો આવ્યો છે. માત્ર 2 અઠવાડિયામાં આખા રાજ્યમાં 9500થી વધુ ઈમરજન્સીના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી રહ્યું છે, ત્યારે ડોકટર્સ પણ કારણ વગર લોકોને ગરમીમાં બહાર નહીં નીકળવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને ગરમીના કારણે 108 ઈમરજન્સીના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેના કારણે ઈમરજન્સી ઘટનાઓમાં મદદ મેળવવા 108 ઈમરજન્સી કોલ સેન્ટરના ફોન સતત રણકી ઉઠ્યા છે. માત્ર બે અઠવાડિયામાં ઈમરજન્સીના 9557 કેસ નોંધાયા છે.

 

રાજ્યમાં ગરમીના કેસ પર નજર કરીએ તો, પેટમાં દુખાવો 3389 કેસ સામે આવ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 251 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 272 થતાં 8.24 ટકાનો વધારો થયો છે. વોમીટીંગ અને ડાયેરિયાના 2003 કેસ નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 144 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 166 થતાં 14.93 ટકાનો વધારો થયો છે. હીટ સ્ટ્રોકના 30 કેસ સામે આવ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 1 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 4 થતાં 228.57 ટકાનો વધારો થયો છે. હાઈ ફીવર કેસ 1578 નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 108 હતા, જે 8થી 13 તારીખ વચ્ચે 137 થતાં 26.21 ટકાનો વધારો જોવા મળ્યો છે. બેભાન થઈ જવાના 2386 કેસ જોવા મળ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 170 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 200 થતાં 14.20 ટકાનો વધારો થયો છે.

અમદાવાદમાં નોંધાયેલા ગરમીના કેસો પર નજર કરીએ તો, પેટમાં દુખાવો 938 કેસ નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 67 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 79 થતાં 18.17 ટકાનો વધારો થયો છે. વોમીટીંગ અને ડાયેરીયાના 449 કેસ નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 30 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 40 થતાં 32.78 ટકાનો વધારો થયો છે. હીટ સ્ટ્રોકના 6 કેસ સામે આવ્યાા છે. 1થી 7 તારીખમાં રોજના 0 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 6 થતાં 483.33 ટકાનો વધારો થયો છે. હાઈ ફિવર 300 કેસ જોવા મળ્યા છે. 1થી 7 તારીખમાં રોજના 20 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 27 થતાં 35.13 ટકાનો વધારો જોવા મળે છે. બેભાન થઈ જવાની ઘટના 590 કેસ નોંધાયા છે. 1થી 7 તારીખમાં રોજના 44 હતા જે 8થી 13 તારીખ વચ્ચે 48 થતાં 9.02 ટકાનો વધારો થયો છે.

મહત્વનું છે કે, ગરમી અને હીટસ્ટ્રોકથી બચવા ડોક્ટર્સ પણ ગરમીમાં બહાર નીકળવું ટાળવું, કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવું, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ ડોક્ટર્સ આપી રહ્યાં છે.