ચિંતા@દેશ: કોરોનાના કેસોમાં સતત વધારા વચ્ચે એક્ટિવ કેસ 60 હજારને પાર

 
Corona

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 સંક્રમણના 9111 નવા કેસ નોંધાયા છે. તો વળી આ દરમ્યાન 24 લોકોના મોત પણ થઈ ગયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સોમવારે સવારે તાજા આંકડામાં જણાવ્યા અનુસાર, આ નવા કેસ સામે આવતાની સાથે જ દેશમાં કોરોનાના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા વધીને 60,313 સુધી પહોંચી ગઈ છે.

કોરોના સંક્રમણના નવા કેસ જોઈએ તો રવિવારની સરખામણીમાં સોમવારે તેમાં થોડી કમી જોવા મળી છે. રવિવારે કોરોનાના 10,093 નવા કેસ સામે આવ્યા હતા, જે સોમવારે લગભગ 100 વધારે હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર થયેલા તાજા આંકડા અનુસાર, દેશમાં કોવિડ 19થી 24 લોકોના મોત થતાં કુલ સંખ્યા 531141 પર ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 6, યૂપીમાં 4, દિલ્હી અને રાજસ્થાનમાં 3-3, મહારાષ્ટ્રમાં બે તથા બિહાર, છત્તીસગઢ, હિમાચલ, ઝારખંડ અને તમિલનાડૂમાં 1-1 દર્દીના મોત થયા છે. જ્યારે કેરલમાં કોવિડ-19થી મોતનો આંકડામાં વધુ એક દર્દીનું નામ સામેલ થયું છે.